ટંકારામાં ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી

- text


લોકોએ સ્વયમ પક્ષીઓની તકેદારી રાખી પતંગો ઉડાડી : લોકોએ દાન-પુણ્યના ભાથા પણ બાંધ્યા

ટંકારા : ટંકારા તાલુકામા લોકોએ દાન પુણ્ય અને નવરંગી પંતગ ઉડાવી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. લોકોએ સ્વયંભૂ ચાઈનીઝ તુકલ ન ઉડાવી મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રયત્ન પણ કર્યા હતા. સવારથી જ આકાશે રંગબેરંગી વાધા ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સાથે પંતગ રશિયાએ અગાશી પર જ સ્વાદિષ્ટ ભોજનની લિજ્જતો માણી હતી.

ટંકારા પંથકમાં એ ગઈ છે કાઈપો છે ના ગગનભેદી નારા સાથે ડિજે સાથે નાચગાન કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.પંતગરસીયાએ પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી કરી દીધુ હતું. બપોરે ડિજેના તાલે ગરબા ધુમી સૌ કોઈ નાચ્યા હતા અને ઢળતી સાંજે છત પર ફટાકડાની આતસબાજી કરી દીવાળી જેવો માહોલ ઉભો થયો હતો આમ એકજ દિવસે મોજીલા લોકોએ મન ભરીને આ ત્રણ તહેવારની મજા માણી હતી.

ચાઈનીઝ તુકલ ન ઉડાવી અને પક્ષીઓના ઉડવા સમયે તકેદારી રાખી ટંકારાએ અલગ મિશાલ કાયમ કરી હતી. ભાટીયા પરીવારને ત્યાં તમામ મહોલાના પંતગબાજોએ બ્રેડ બટેટાં અને ભુગળાની લિજ્જત માણી હતી. સવારથી સાંજ સુધી પવનદેવ મહેરબાન હોય પંતગ રશિયાને જામો પડી ગયો હતો અને રાત સુધી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text