ટંકારાના ટોળ ગામે ઉકરડા બાબતે વૃધ્ધ પર ત્રણ શખ્સોનો કુહાડી અને પાવડા વડે હુમલો

- text


અમારો ઉકરડો કેમ દબાવ્યો તેમ કહી શખ્સો તૂટી પડયા

ટંકારા : ટંકારાના ટોળ ગામે અમારો ઉકરડો કેમ દબાવી દીધો તેમ કહી ત્રણ શખ્સોએ વૃધ્ધ પર કુહાડી અને પાવડા વડે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃધ્ધ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા હાજીભાઈ હસનભાઈ ગઢવાળા ઉ.વ. ૬૪ ઉપર તેના જ ગામના ઇમરાન ફજલેકરિમ બાદી, દિલાવર ગની ગઢવાળા, ઇરફાન ગાજી ખોરજીયાએ અમારો ઉકરડો કેમ દબાવી દીધો તેમ કહીને કુહાડીનો ઘા માર્યો હતો. સાથે પાવડા વડે પણ માર માર્યો હતો.

- text

આ હુમલામાં વૃધ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે વૃધ્ધની ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text