હળવદના ઈશ્વરનગરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

- text


૪૩૨૮૦ રોકડા ૬ મોબાઈલ એક બાઈક સહિત રૂપિયા ૭૩૭૮૦ નો મુદ્દામાલ કબજે લેવાયો

હળવદ : હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામે રાત્રિના જુગાર રમતા શખ્સો પર હળવદ પોલીસે દરોડો પાડતા પતા ટીચતા શખ્સોના હોશ ઉડી ગયા હતા પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૪૩૨૮૦ ની રોકડ સહિત કુલ રૂપિયા ૭૩૭૮૦ નો મુદ્દામાલ ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી આઠેય શકુનિઓ વિરોધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ તાલુકાના ઈશ્વર નગર ગામે એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા જુગારીઓ પર રેડ પાડવામાં આવી હતી પી .આઈ. એમ આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રીના પી.એસ.આઈ પી જી પનારા, વિજયભાઈ છાસીયા, બીપીન ભાઈ પરમાર ,યોગેશદાન ગઢવી સહિતનાઓએ રવજી ઉર્ફે બાબુ પટેલના રહેણાક મકાનમાં દરોડો પાડતા જૂગટુ નો ખેલ ખેલતા આઠ ખેલૈયાઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા પોલીસ દ્વારા મણિલાલ રઘુભાઈ ઠક્કર રહે ચરાડવા ,રવજીભાઈ ઉર્ફે બાબુભાઈ સગન ભાઈ મોરિયા પટેલ રહે ઈશ્વર નગર ,રતિલાલ ભાઈ લાલભાઈ પટેલ રહે ઈશ્વર નગર ,ભગવાનજીભાઈ શીવાભાઈ કાલરીયા, રમેશભાઈ ચુનીલાલ ઠક્કર ,શાંતિભાઈ મગનભાઈ કુંડારિયા રહે હળવદ ઉમા સોસાયટી ,રાજેશભાઈ કેશવજીભાઈ પટેલ રહે ઈશ્વર નગર ,ગોવિંદભાઈ માવજીભાઈ પટેલ રહે ઈશ્વર નગર ,સહિત આઠ શખ્સોને ઝડપી લેવાયા હતા.

- text

ઝડપાયેલ શખ્સો પાસેથી પોલીસ દ્વારા ૪૩૨૮૦રોકડા છ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૫૦૦ એક મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૦૦૦૦ સહિત રૂપિયા ૭૩૭૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text