ટંકારાના ઓટાળા ગામે વિધાર્થી એકતા સંગઠન દ્વારા દ્વારા પંતગ ફિરકી વિતરણ

- text


બાળકોને પતંગના માધ્યમથી સ્વચ્છતા સંદેશ આપવા પ્રયાસ

ટંકારા : ટંકારાના ઓટાળા ગામે અનોખા પતંગ ઉત્સવમાં આકાશમા ઉડતો પતંગ સ્વરછતાનો સંદેશ આપવાની સાથે ફેશનની જગ્યાએ લેશન, વુક્ષો વાવી હરીયાળી અને પશુ પંખીના ધર બનાવાના સંદેશાને પણ ચગાવાશે વિદ્યાર્થી એકતા સંગઠનના
યુવાનો દ્વારા અનોખી પહેલ કરી ગરીબ બાળકો ને પતંગ ફિરકી વિતરણ કર્યું છે જેમાં ઉપરોક્ત સંદેશ જોડયો છે.

ઉતરાયણ પર્વને હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ટંકારાના ઓટાળા ગામ ના તરવૈયા યુવાન વિદ્યાર્થીઓ માટે કામ કરતી સંસ્થાના પ્રમુખ તેમજ મોરબી ભાજપના યુવા મંત્રી બેચર ધોડાસરાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તથા ગરીબ બાળકો માટે પતંગ અને ફિરકી સાથે રંગબેરંગી કેપ, વિશલ સાથે સમાજ માટે અલગ રાહ ચિધતો સંદેશો પાઠવ્યો છે આકાશે ઉડનાર પતંગ કપાઈ જાય તો પણ વાત જીવત રહી લોક ઉપયોગી બને તેવો પ્રયાસ કરાયો છે.

- text

વાત જાણે એમ છે કે દરેક પતંગમા આ યુવાનોએ પ્રધાનમંત્રીના સ્વરછતાના સ્વપ્નને સાકાર કરવા શૌચાલયનો ઉપયોગ કરી ખુલ્લામા ગંદકી ન કરવી, સાબુથી હાથ સાફ કરી શરીર નિરોગી બનાવુ, પંખીના જીવન માટે ચણ અને પાણી અવશ્ય કરવી, ભણીગણી ગામનુ નામ રોશન કરવાનો સંદેશો પણ પતંગના માધ્યમથી આપ્યો હતો.

 

- text