ટંકારામાં રૂપિયા ૧૧ લાખ ભરેલ થેલો લૂંટવાની કોશિષ

- text


ટ્રક ડ્રાઇવરની બહાદુરીથી રૂપિયા ૧૧ લાખ ભરેલ થેલો બચી ગયો : કપાસના વેપારીએ ફરિયાદ નોંધાવા ઇનકાર કરતા આશ્ચર્ય

ટંકારા : શનિવારે વહેલી સવારે ટંકારા પોલીસ સ્ટેશનના નાક નીચે રૂપિયા ૧૧ લાખની લુટનો પ્રયાસ કરવામાં આવતા કાયદાના ચીંથરા ઉડયા હતા જો કે ટ્રક ડ્રાઈવરની સતર્કતાથી પૈસા તો બચી ગયા પણ પોલીસની ધાક જરૂર લુટાઈ હતી, આશ્ચર્ય તો એ વાતનું છે કે આ નાણાં જેના હતા એવા કપાસના વેપારીએ ફરીયાદ કરવાનું ટાળતા તરેહ – તરેહની ચર્ચા ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારની વહેલી સવારે ટંકારથી ગામડે કપાસ ખરીદી કરવા જતા તોલાટ અને મજુરો ભરેલ ટ્રકની કેબીનમા રાખવામાં આવેલ રૂપિયા ૧૧ લાખ રોકડા ભરેલ થેલાની લૂંટ કરવા લૂંટારુએ કોશિષ કરી ટ્રક ડ્રાઇવરની આંખમાં મરચાની ભુકી નાખી હતી પરંતુ બહાદુર ડ્રાઇવરે થેલો હાથમાં પકડી રાખી બુમા બુમ કરતા લુટારો હાથે ચડી ગયો હતો અને ગુનો બનતા સહેજ અટકી ગયો હતો જોકે આ ઘટનાની જાણ કપાસના વેપારીને થતા હાફડા – ફાફડા થતા દોડી આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર ફરીયાદ કરવાનું ટાળ્યું હતું

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે, બનાવ જ્યા બન્યો તે સ્થળ અને પોલીસ સ્ટેશનની વચ્ચે માત્ર એક જ દીવાલ છે તો આ લુટારાની હિંમત કહેવી કે પોલીસની નબળાઈ કે કોઈ કાયદાનો ભય નથી ? અહી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રૂપિયા ની લુટ તો બચી ગઈ પણ પોલીસ ની ધાક જરૂર લુટાઈ ગઈ છે.

આ મામલે ટંકારા પોલીસ બંધ બારણે સમાધાન કરનારની અંદરની વાત ઉજાગર કરે તો અનેક નવા ગુના બનતા અટકી શકે છે હાલ તો આ બનાવથી કપાસ ના વેપારીઓમા રીતસર નો ફફડાટ ફેલાયો છે

દરમિયાન ટંકારા ફોજદાર જાડેજાએ આ ધટનાને ગંભીર ગણી આગવી રીતે તપાસ હાથ ધરી છે પરંતુ વેપારીને એવું કયું પ્રેસર આવ્યું કે ફરીયાદ નોંધાવી નથી તે પણ સો મણનો સવાલ છે.

- text