રાજકોટની સાયકલીગ રેસમાં સીરામીક એસો.ના બે ઉપપ્રમુખોએ મેદાન માર્યું

- text


3 કલાકની 50 કિમીની સ્પર્ધા 2 કલાક અને 8 મિનિટમાં પૂર્ણ કરી સીરામીક ઉધોગનું ગૌરવ વધાર્યું

મોરબી: મોરબી સીરામીક એસોસિએશનના બે ઉપપ્રમુખોએ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી સાયકલીગ રેસમાં ભાગ લઈને મેદાન માર્યું હતું.જેમાં આ બન્ને ઉપપ્રમુખોએ 3 કલાકની 50 કિલોમીટરની સ્પર્ધા માત્ર બે કલાક અને આઠ મિનિટમાં પૂર્ણ કરી પોતાનું શારીરિક સૌષ્ઠવ તેજ હોવાનું પુરવાર કરીને સીરામીક ઉધોગનું ગૌરવ વધાર્યું છે.

- text

મોરબીનું સીરામીક એસોસિએશન ગ્રુપ સીરામીક ઉધોગનો વિકાસ માટે અથાક પુરુષાર્થ કરવાની સાથે અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓમાં ભાગ લઈને સીરામીક ઉધોગને ગૌરવ અપાવે છે.જેમાં તાજેતરમાં રાજકોટ ખાતે રિલેક્સ સાયકલોફન સાયકલીગ રેસ યોજાઈ હતી.જેમાં મોરબી સીરામીક એસોસિએશનના ઉપપ્રમુખો ફેવરીટ ગ્રુપના વિજયભાઈ પટેલ અને સેગમ ગ્રુપના મુકેશભાઈ કુંડરિયાએ ભાગ લીધો હતો.આ 50 કિલોમીટરની સાયકીલીગ રેસ 3 કલાકમાં પુરી કરવાની સમય મર્યાદા હતી.પરંતુ આ બન્ને ઉપપ્રમુખોએ આ સાયકલીગ રેસમાં શાનદાર દેખાવ કરીને માત્ર બે કલાક અને આઠ મિનિટમાં 50 કિમીની સાયકલીગ રેસ પુરી કરીને મોરબી સીરામીક ઉધોગને ઉમદા ગૌરવ અપાવ્યું છે.આ સાથે જ બન્ને ઉપપ્રમુખોએ સંદેશો આપ્યો છે.આજકાલ બેઠાડુ જીવન અને જંકફૂડનો આહર લેવાને કારણે માનવ શરીર અનેક રોગોનું ધર બનતું જાય છે.તેથી રોગોથી બચવા અને સ્વસ્થ જીવન જીવવા માટે શારીરિક વ્યાયામ માટે નિયમિત સાયકલીગ સૌથી વધુ અસરકાર છે.જેનાંથી શરીરને તો ઘણો ફાયદો થશે સાથોસાથ વાહનોનો ઉપયોગ ઓછો થવાથી પર્યાવરણ નું સંતુલન જળવાઈ રહેશે. દૈનિક સાયકલીગ શરીર માટે વધુ ગુણકારી હોવાથી તેમણે લોકોને સાયકલ ચલાવવા પર ભાર મુક્યો છે.

 

- text