મોરબીના કોલેજીયન મકરસંક્રાંતિએ બાળકો અને વિધવા બહેનો માટે દાન એકત્ર કરશે

પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું પાંચ વર્ષથી ચાલતું અનોખું અભિયાન

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ બાળકો અને વિધવા બહેનો માટે દાન એકત્ર કરવામાં આવશે.

મકરસંક્રાંતિના દિવસે પી જી પટેલ કોલેજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આદિવાસી બાળકોની હોસ્ટેલ અને અભ્યાસના ખર્ચ માટે તેમજ નિરાધાર વિધવા બહેનોને રાશન (અનાજ-કરિયાણું) વિતરણ માટે દાન એકઠું કરવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષથી પી.જી. પટેલ કોલેજ દ્વારા આ પ્રોજેકટમાં વિધાર્થી ભાઈઓ અને બહેનો અને સ્ટાફ દ્વારા સવારે બે કલાક ૮ થી ૧૦ ટીમ વર્ક કરી મોરબીના અલગ અલગ વિસ્તારો માં જઈને દાન એકઠું કરવામાં આવે છે.આ સેવા કાર્ય માં જોડાવા તમામ મોરબીવાસીઓ ને સંસ્થા ના પ્રમુખ દેવકરણભાઇ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અંતમાં કોલેજ દ્વારા લોકોને અપીલ કરતા જણાવાયુ છે કે, આપણી ૨ કલાકની સેવા અન્ય નિરાધાર ગરીબ બાળકો અને વિધવા બહેનો માટે આખા વર્ષનો આધાર બની રહે છે. આપ આ પ્રોજેક્ટમા ફોન દ્રારા પણ દાનની રકમ નોંધાવી શકો છો, આ માટે મો ૯૮૯૮૨૮૮૭૭૭, ૯૮૭૯૩૭૦૩૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.