મોરબી: નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં રમતોત્સવ યોજાયો

- text


કબડ્ડી, વોલીબોલ, એથ્લેટીક્સ, સહિતની 15 જેટલી રમતોમાં વિધાર્થીઓએ કૌવત દાખવ્યું

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ કોલેજના મેદાનમાં વિદ્યાર્થીઓની શુષુપ્ત શકિતઓ બહાર લાવવા અને ખેલદિલીની ભાવના વિકસાવવા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કબડ્ડી,દોડ, એથ્લેટીક્સ, સહિતની 15 જેટલી રમત ગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ખેલદિલીભરી રમતનું પ્રદર્શન કર્યું હતું.

- text

મોરબી નજીક વિરપર ગામ પાસે આવેલ નવયુગ ગ્રુપ ઓફ કોલેજના ક્રીડાગણમાં રમોત્સવનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું.રમત-ગમતએ જીવન સાથે જોડાયેલી પાયા ની જરૂરિયાત છે. શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે રમત-ગમત જરૂરી છે તેવા ઉમદા હેતુથી વિવિધ પ્રકારની સમુહ રમતો વોલીબોલ,કબડ્ડી,રસ્સાખેચ તેમજ વ્યક્તિગત વિવિધ દોડ,કૂદ ,ફેક જેવી એથ્લેટીક્સ પ્રવૃત્તિ તેમજ વિવિધ રીલેરમતો જેવી 15 વધુ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓએ ખેલદિલીથી અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનુ કૌવત બતાવ્યું હતુ આ તકે કોલેજ ની વિધ્યાર્થીનીઓ દ્વારા રીગ ફાયર તેમજ અનેક પ્રકારના પિરામીડ બનાવીને હકારાત્મક સંદેશો આપવામાં આવ્યો હતા. આ કાયૅક્રમ ને સફળ બનાવવામાં વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ તેમજ કોલેજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી.ડી.કાજીયા દ્વારા મશાલ રેલી માં મશાલ પ્રગટાવી ને રમતોત્સવ ને ખૂલ્લો મૂકવામાં આવ્યો સાથે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી

- text