માળિયાના વવાણીયા ગામે 20મીએ રામબાઈ માં ધ્યાન કુટિરનું લોકાર્પણ

- text


વ્યસનમુકિત કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, શેક્ષણિક માર્ગદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ યોજાશે

મોરબી : માળીયાના વવાણીયા ગામે આગામી 20મીએ રામબાઈ માં ધ્યાન કુટિરના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે સમાજ વ્યસન મુક્તિ બની શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તે માટે વ્યસનમુક્તિ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ, શેક્ષણિક માર્ગદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

- text

માળિયાના વવાણીયા ગામે ચાલતા માતૃશ્રી રામબાઈમાં અન્નક્ષેત્ર ખાતે આગામી તા 20ને રવિવારે રામબાઈ માં ધ્યાન કુટિરના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન અવસરે સમાજ ઉપયોગી અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.20ના રવિવારે સવારે 9 થી 3 વાગ્યા સુધી રાજકોટની લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કૅમ્પ યોજાશે.અને સવારે 10 થી 12 દરમ્યાન યુવા શિબિર પાર્ટ-1 માં સરસ્વતી નિકેતન જોધપર નદીના ભણદેવજી મહારાજ તથા ડો.સતિષ પટેલ શેક્ષણિક માર્ગદર્શન આપશે. સવારે 11 કલાકે માતૃશ્રી રામબાઈમાં ધ્યાન કુટિરનું શાસ્ત્રી હસુભાઈ પંડયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રારંભ કરાવશે.બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.બપોરે1 થી3 સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.જેમાં આહીર યુવક રસ મંડળ માયુરનગર શ્રી કૃષ્ણ રાસ મંડળ મોટા દહીંસરા રાસ ગરબાની રમઝટ બોલાવશે બપોરે 3 થી 5 દરમ્યાન યુવા શિબિર પાર્ટ 2 માં ડે. કલેક્ટર આશિષ મિયાત્રા તથા અન્ય મહાનુભવો માર્ગદર્શન આપશે આ ઉપરાંત સમાજને વ્યસનમુક્ત કરવા માટે વ્યસનમુક્તનો કેમ્પ યોજાશે . ત્યારે લોકોને આ કાર્યક્રમોનો લાભ લેવા રામભાઈમાં મંદિરના મહંત જગન્નાથ બાપુ, પ્રભુદાસજી અને કિશનદાસજીએ અનુરોધ કર્યો છે.

- text