માળીયા મિયાણાના યુવાનને સ્વાઇન ફલૂ

માળીયા : મોરબી માળિયામાં ઠંડી વધતાની સાથે સ્વાઈન ફ્લૂએ ફુફાડો માર્યો છે. અને સ્વાઈન ફ્લુનો આંતક વધી રહ્યો છે. જેમાં વધુ માળીયાનો યુવાન સ્વાઈન ફ્લૂના સિકંજામાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે અને આ બનાવની સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસારમાળીયા મિયાણા વાંઢ વિસ્તારના ૪૬ વર્ષીય યુવાનને સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતા તેનેરાજકોટ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.અને રાજકોટ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના વોર્ડમાં રાખી સારવાર આપવામાં આવી રહી હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે. માળિયામાં સ્વાઈન ફ્લુનો પ્રથમ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.