મોરબીમાં યુવા દિવસ નિમિત્તે વિવેકાનંદ દોડ યોજાઈ

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિને અનુલક્ષીને થયું હતું આયોજન

મોરબી : ભારતમાં સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે અને વિવિધ રીતે આ દિવસ ની ઉજવણી થાય છે.

મોરબીમાં પણ આજે સ્વામી વિવેકાનંદ ગ્રુપ દ્વારા વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ દરબારગઢમાં આવેલા વિવેકાનંદ સ્ટેચ્યુ થી લઈને નગર નહેરુ ગેટ ચોક સુધી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને સ્કૂલના બાળકો જોડાયા હતા. આ તકે એસ. પી. કરણરાજ વાઘેલા, કાર્યક્રમના આયોજકો અનિલ મહેતા સહિતના બીજા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en