મોરબીમાં ઉત્તરાયણ ફીવર : 1 કરોડનું પતંગ-દોરીનું માર્કેટ

પતંગોત્સવને મંદી નડી ગઈ: સરેરાશ વેચાણ ઘટ્યું : ગત વર્ષ કરતા ૩૦ ટકા વેચાણ ઓછુ થવાથી સંભાવના

૩ ઈચથી 18 ફૂટ સુધીની પતંગો એક રૂપીયાથી લઈ રૂ.1800માં મળતી ૫૦ જાતની પતંગો

મોરબીમાં પતંગોત્સવને મંદીની અસર નડી ગઈ હોય તેમ આ વખતે પતંગ – દોરીના વેચાણમાં સરેરાશ ઘટાડો નોંધાયો છે. મોરબીમાં પતંગ – દોરીનું અંદાજીત રૂ.૧ કરોડનું માર્કેટ છે.પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ દોરીનું 30 ટકા વેચાણ ઓછું થવાની સંભાવના છે. બજારમાં ૩ ઈચથી માંડીને ૧૮ ફૂટ સુધીની વિશાળકાય પતંગો જોવા મળે છે.આશરે ૫૦ જાતની પતંગો એક રૂપીયાથી માંડીને રૂ.૧૮૦૦માં મળી રહી છે.પતંગોમાં મોદી, ઝાલર,ચીલ, કાર્ટદાર તથા દોરીમાં સાંકડ,વર્ધમાન,બરેલી સહિતની ડિમાન્ડ જોવા મળી રહી છે.

ઉતરાયણ પર્વની હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે આભને આંબવા માટે પેચ લડાવવાના આ ઉત્સવ માટે મોરબીના પતંગ બજારોમાં જાતભાતની પતંગ અને વિવિધ પ્રકારની મજબુત દોરીઓનો મબલખ જથ્થો અગાઉથી ઠલવાય રહ્યો છે.મોરબીની બજારોમાં ઉત્તરાયણ ફિયર એટલી હદે જામ્યો છે કે, શહેરની જે બજારોમાં નજર કરો ત્યાં પતંગ અને દોરી મોટા પ્રમાણમાં જોવા મળે છે.શહેરની મોટાભાગની બજારો તથા ઘણા વિસ્તારોમાં નાના મોટા વેપારીઓએ નાના – મોટા સ્ટોલ નાખીને પતંગ – દોરીનું વૈચાર કરી રહ્યા છે.આથી શેરીએ ગલીએ વિપુલ પ્રમાણમાં પતંગો અને દોરીઓનો જથ્થો જોવા મળી રહ્યો છે.

જો કે સિરામીક નગરી મોરબીમાં આ વખતે મદીનું ગ્રહણ પતંગોત્સવને પણ નડી ગયું હોય તેમ પતંગોત્સવને મંદીનો માર પડ્યો છે. પતંગોના વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે પતંગ અને દોરીના વેચાણમાં અત્યાર સુધીમાં વેચાણ સરેરાશ ઘટ્યુ છે. અને આવી રીતે ચાલ્યુ તો આ વખતે પતંગ અને દોરીના વેચાણમાં ૩૦ ટકા જેવો ધટાડો થવાની સંભાવના છે.જો કે હવે શની રવિન શાળાઓમાં રજા હોવાથી સોમવારમાં ઉતરાયણ માટે છેલ્લી ઘડીએ વધુ ધારાકી નિકળે તેવી વેપારીઓને આશા છે.મોરબીમાં પતંગ બજાર પર નજર કરીએ તો હાલ અંદાજીત ૧ કરોડનું માર્કેટ છે.અને પ૦૦થી વધુ નાના – મોટા વેપારીઓ પતંગ દોરીનું વેચાણ કરી રહ્યા છે આશરે ૫૦ જાતની પતંગ બજારમાં જોવા મળી રહી છે.

જેમાથીઝાલર,મોઠી ,કાર્યકાર,પ્રિન્ટ,ચીલ વગેરે પતંગો હોટ ફેવરીટ છે.જ્યારે દોરીમાં સાંકળ,વર્ધમાન,બરેલી આર.એ.સી.સહિતની નવતર અને બાર તારમાં માત્ર પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે.૩ ઈચથી માંડીને ૧૮ ફુટ જેવી મહાકાય પતંગો એક રૂપીયાથી માંડીને રૂ.૧૮૦૦ માં મળે છે.ઉપરાંત ટોપી , ચસ્મા ,પીપુળા, હોર્ન,વિવિધ જાતના માસ્કનું આ એક એક કરોડમાંથી આઠ લાખનું માર્કેટ છે.જો કે અગાઉ લોકો જાતે જ દોરીને માજો પાઈને મજબૂત બનાવતા હતા.હવે સમયની ભાગદોડને કારણે તૈયાર ફિરકીઓની વધુ ડીમાન્ડ રહે છે.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું છાનેખુંણે વેચાણ પંખીઓ માટે હાનીકારક ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમ છતાં મોરબીમાં આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું છાનેખૂણે વેચાણ થતું હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. એટલુ જ નહી આ પ્રતિબંધિત વસ્તુઓની ડીમાન્ડ પ્રમાણે હોમ ડીલેવરી પણ થાય છે.તેથી જવાબદાર તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en