વાંકાનેર યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

વાંકાનેર : સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે વાંકાનેર શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરી. જેમાં શહેર તેમજ તાલુકાની ભાજપની યુવા ટીમ દ્વારા વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં જઈ માનસિક અસ્વસ્થ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવેલ તેમજ વઘાસીયા ગામે આર્થિક રીતે પછાત એવા બાળકોને પતંગ વિતરણ કરેલ તેમજ વાંકાનેરના વિવેકાનંદ સર્કલ પાસે જઈ વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફૂલહાર કરી મીઠાઈ વિતરણ કરી અનેરો આનંદ મેળવેલ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en