હળવદમાં પ્રજાપતિ યુવા ગ્રુપ આયોજિત ટેનીશ ટુર્નામેન્ટનો પ્રારંભ

- text


શહેરના માર્કેટ યાર્ડ પાસે આવેલ ગ્રાઉન્ડ મધ્યે એકદિવસીય ટુર્નામેન્ટનું આયોજન ઃ કુલ પ ટીમોએ ભાગ લીધો

હળવદ પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા શહેરના માર્કેટ યાર્ડ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાપતિ સમાજની પ જેટલી ટીમોએ હર્ષભેર ભાગ લીધો હતો.
શહેરના માર્કેટ યાર્ડ સામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે પ્રજાપતિ સમાજ દ્વારા ટેનીશ ટુર્નામેન્ટનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પ ટીમોએ ભાગ લીધો હતો તો સાથો સાથ વિજેતા ટીમને ટ્રોફી તેમજ મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડીને પ્રોત્સાહન રૂપે ઈનામનું પણ આયોજન કરાયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુભમ ઈલેવન, કિશન ઈલેવન, ભવાની વોરિયર્સ, એસ.પી. વોરિર્યસ અને પાર્થ ઈલેવને એકદિવસીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ તકે ભાવેશ પ્રજાપતિ, અશોક પ્રજાપતિ, પ્રતિક પ્રજાપતિ,હાર્દિક પ્રજાપતિ, હિતેશ પ્રજાપતિ, સંદિપ પ્રજાપતિ, ધ્રુવ પ્રજાપતિ, વેરશી પ્રજાપતિ તેમજ પ્રજાપતિ સમાજના યુવાનોએ એકદિવસીય ક્રિકેટ ટુનાર્મેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text