હળવદ તાલુકાના કીડી નજીકથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

૯૧ર બોટલ દારૂ, એક મારૂતિ કાર સહિત રૂ.૧,૩૧,૨૦૦નો મુદ્‌ામાલ કબ્જે લેવાયો

હળવદ : હળવદ પોલીસ દ્વારા આજરોજ તાલુકાના કીડીથી એંજાર જવાના રોડ પર વિદેશી દારૂ ભરેલી એક કારને ઝડપી લેવાઈ હતી. કારમાં રહેલ ૯૧ર બોટલ દારૂ, એક કાર સહિત ૧,૩૧,૨૦૦ના મુદ્‌ામાલ સાથે દેહગામના શખ્સને દબોચી લીધો હતો.
બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ પંથકમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો પર પોલીસ દ્વારા સકંજા કસવામાં આવ્યો છે ત્યારે આજરોજ પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસના વિજયભાઈ છાસીયા, ગંભીરસિંહ ચૌહાણ સહિતનાઓ પેટ્રોલીંગમાં હોય તે અરસામાં વિજયભાઈ છાસીયાને મળેલ બાતમીના આધારે તાલુકાના કિડીથી એંજાર જવાના રસ્તા પર ફન્ટી કાર જી.જે.૩-કે- પ૧૮ર શંકાસ્પદ રીતે પસાર થતા તેને અટકાવી તપાસ કરાતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. કાર સહિત આરોપીને હળવદ પોલીસ મથકે લવાયો હતો. જયારે કારમાં રહેલ પરપ્રાંતિય ભારતીય બનાવટના ૧૮૦ એમએલના ચપલા નંગ ૯૧ર કિ.રૂ.૯૧,ર૦૦ તથા એક કાર કિ.રૂ.૪૦ હજાર સહિત ૧,૩૧,૨૦૦ના મુદ્‌ામાલ સાથે આરોપી અમૃતભાઈ વીઠલભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૪) (રહે.દેગામ, તા.પાટડી)વાળાને ઝડપી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જયારે હાલ પોલીસ દ્વારા આરોપી બુટલેગર આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો સાથે જ હજુ આમા કોન કોન સંડોવાયેલા છે તે સહિતની ઝીણવટ ભરી તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.