મોરબી અપડેટની આગાહી મુજબ ત્રણ વાહન ચોર પકડાયા !!

- text


 

પહેલા હોન્ડા ચોર પકડયા અને બાદમાં ફરિયાદ નોંધી : બોલો મેરા ભારત મહાન

મોરબી : મોરબી જિલ્લામાં ગુન્હાખોરીનો આંક એટલે કે ક્રાઈમ રેટ ઓછો દર્શવવા માટે પોલીસ નાની સુની ફરિયાદ લેવાને બદલે અરજી લેવાનો ચીલો પાડ્યો છે ત્યારે આવા જ કિસ્સામાં પોલીસે અગાઉ ત્રણ વાહનચોરને પકડી લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જો કે આ અંગે મોરબી અપડેટ અગાઉ જ આગાહી કરી દીધી હતી કે હવે ટુક સમયમાં જ હોન્ડા ચોર પકડાશે અને આગાહી મુજબ જ આજે વાહનચોર પકડાયાનું પોલીસે જોરશોરથી જાહેર કર્યું હતું.

જાણવા મળ્યા મુજબ બે દિવસ પૂર્વે મોરબી તાલુકા પોલીસે મકનસરમાંથી ચોરાયેલ હોન્ડા મામલે બબ્બે ગુન્હા નોંધ્યા હતા, જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે હોન્ડાચોરીની આ ફરિયાદ પૂર્વે જ ત્રણ શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે વાહન ચોરની કબુલાતના આધારે જ ફરિયાદીને પોલીસ મથકે બોલાવી ફરિયાદ લીધી હતી.

- text

આ હોન્ડાચોર પકડવાના કિસ્સામાં તાલુકા પોલીસે રફાળેશ્વર ચોકડી નજીકથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચંદુભાઈ કોળી (ઉ.વ.૨૫) રહે હાલ મોરબી વાંકાનેર હાઈવે, સીન્ધાભાઈ ઉર્ફે સંજય લાભુભાઈ કોપણીયા કોળી (ઉ.વ.૨૫) રંગપર અને દીપક લાભુભાઈ કોળી (ઉ.વ.૨૪) રહે હાલ પાનેલી રોડવાળાને ઝડપી લીધા હોવાનું દર્શાવ્યું છે.

જો કે, મોરબી તાલુકા પોલીસ જ નહીં મોટાભાગના પોલીસ મથકો અને એલસીબી તેમજ એસઓજીમાં પણ આવું જ ચાલી જ રહ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text