મોરબી : પીપળી રોડ પર હિટ એન્ડ રનમાં યુવાનનું મોત

- text


મોરબી : પીપળી રોડ પર પીપળી ગામ પાસે વિજય ભગવાનજી અગેચાણિયા ઉં. વ.૨૫ રહે.મોરબી પોતાનું એક્ટિવા મો.સાયકલ લઈ જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા માથામાં તેમજ હાથે પગે ગંભીર ઇજા થતા વિજયનું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. અજાણ્યા વાહન ચાલક સામે મૃત્યુ પામનારના પરિજન અરવિંદભાઈ લાભુભાઈ અગેચણિયાએ (રહે.કબીર ટેકરી, મોરબી) તા.પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે. પો.સ.ઇન્સ. એ.વી.ગોંડલીયા અકસ્માત સર્જીને નાસી છૂટનાર વાહન ચાલકની શોધખોળ ચલાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text