માળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી ગેબી ધડાકા : તંત્ર અજાણ

માળિયા : માળિયા પંથકના અમુક ગામોમાં છેલ્લા બે દિવસથી ગેબી ધડાકાઓ સંભળાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે આ ગેબી ધડાકાથી પંથકમાં ક્યાંય પણ નુકશાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ ગેબી ધડાકાથી તંત્ર બેખબર છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પંથકના નાના દહીંસરા, મોટા દહીંસરા અને મોટી બરાર સહિતના ગામોમાં છેલ્લા ૨ દિવસથી ગેબી ધડાકાઓ સંભળાઈ રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે બે ગેબી ધડાકા અનુભવાયા હતા. ઉપરાંત આજે સવારે પણ ૧૧:૩૭ કલાકે હળવા ગેબી ધડાકો અનુભવાયો હતો. આ ગેબી ધડાકાથી સમગ્ર પંથકમાં ક્યાંય પણ નુકશાન સર્જાયું હોવાના સમાચાર મળ્યા નથી. પરંતુ આ બાબતે જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા તેમની જાણમાં આવી કોઈ ઘટના ન હોવાનું જણાવ્યું હતું.