હળવદ : યુવા ભાજપ દ્વારા વિવેકાનંદ જ્યંતીની પ્રેરણાદાયી ઉજવણી કરી

સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ચિલ્ડ્રન હોમની બાળાઓને પતંગ વિતરણ કરવામાં આવી

હળવદ : હળવદ શહેર-ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અને ચિલ્ડ્રન હોમની બાળાઓને પતંગ વિતરણ કરવામાં આવી

હળવદ શહેર-ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા યુગ પુરુષ કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને દુનિયામાં ભારત દેશનો ડંકો વગાડ્યો એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે સ્વામીજીનું પૂજન કરી પુષ્પઅંજલી અર્પી હતી અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી બીપીનભાઈ દવે દ્વારા સ્વામીજીના વિચારો હાજર સૌને ને કહી અને શબ્દરૂપી અંજલિ અર્પણ કરી હતી અને સાથે ચિલ્ડ્રન હોમની બાળાઓને મકરસંક્રાંતિ નિમિતે પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ માં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે , હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , રણછોડભાઈ દલવાડી , અંસોયાબેન દેથરીયા , સંદીપભાઈ પટેલ ,નાગરભાઈ દલવાડી , નવીનભાઈ ચાવડા સહિત મહાનુભાવો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી

આ કાર્યક્રમને શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે , ગ્રામ્ય પ્રમુખ ભરતભાઇ દલવાડી , મેહુલભાઈ પટેલ , રાકેશભાઈ ચાવડા, વિશાલભાઈ શેખવા સહિત યુવા ભાજપના કાર્યકર મિત્રો એ સફળ બનાવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en