હળવદ : રણમલપુર ગામે સગીરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોત

ગઈકાલે ઝેરી દવા પીધા બાદ સારવાર માટે અમદાવાદ ખસેડાઈ હતી જયાં આજે સગીરાનું મોત નિપજયું છે

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે ગઈકાલે સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેની સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર ત્યાર બાદ અમદાવાદ ખસેડાઈ હતી. જયાં આજે સગીરાનું મોત નિપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ પંથકમાં અપમૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા જેરામભાઈ રાઠવાની ૧૭ વર્ષની પુત્રી સુરખીબેનએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર ખસેડાઈ હતી પરંતુ હાલત અત્યંત નાજુક હોવાથી ફરજ પરના તબીબોએ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરી હતી. જયાં આજે સગીરાનું મોત નિપજતા પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.