ટંકારા : દિવ્યાંગ બાળકોને ડિસેબિલિટી કાર્ડનું વિતરણ

રાજ્ય કક્ષાએ બોચી ગેમમાં પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોને સન્માનિત કરાયા

ટંકારા : તારીખ 11 જાન્યુઆરી ને શુક્રવારે સર્વ શિક્ષા અભિયાન કચેરી, મોરબી તેમજ બી. આર. સી. ભવન, ટંકારા દ્વારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે યુનિક ડિસેબિલિટી કાર્ડનું વિતરણ અને સ્પેશ્યલ ખેલ મહાકુમ્ભમાં રાજ્ય કક્ષાએ બોચી ગેમમાં વિજેતા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ટંકારાની ગાયત્રીનગર સ્થિત તાલુકા શાળામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પારેખ, ડેપ્યુટી ક્લેકટર પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાઠોડ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા , ટંકારાના મામલતદાર પંડ્યા ,જિલ્લા આઈ. ઈ. ડી. કો ઓર્ડીનેટર પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સમસ્ત કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન બી. આર. સી. કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, બી.આર. પી. આઈ. ઈ. ડી. રાઠોડ, પન્નાબેન તેમજ સી.આર. સી.-બી. આર. પી.ના સભ્યોએ કર્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en