મોરબીના લાલપર ગામે બાળકોએ કર્યા ૫૦૦ સૂર્ય નમસ્કાર

- text


સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બાળકો ઉત્સાહભેર જોડાયા

મોરબી : મોરબીના લાલપર ગામે જ્ઞાનદીપ વિધાયલયમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અનેક બાળકોએ ૫૦૦ સૂર્ય નમસ્કાર કરીને સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા.

મોરબીના લાલપર ગામે આવેલી જ્ઞાનદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અવસરે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા ધો.૪ થી ૧૦ સુધીના સવાર પાળીનાં આશરે ૨૫૦ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે ૪૦૦ થી વધુ સૂર્ય નમસ્કાર કર્યા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓએ ૫૦૦ જેટલા સૂર્ય નમસ્કાર પણ કર્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text