વાંકાનેરમાં ફોરેસ્ટ ઓફિસર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું ચેકિંગ

વાંકાનેર : વાંકાનેરમાં વન વિભાગ તેમજ વન્ય પ્રાણી અભયારણ્ય રામપરા સેન્ચ્યુરી ના અધિકારીઓ દ્વારા આજે વાંકાનેરની બજારમાં વહેંચાતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું આકસ્મિક ચેકિંગ હાથ ધરેલ તેમજ વેપારીઓને સમજણ આપેલ કે ચાઈનીઝ દોરાથી પક્ષીઓ વધું પડતાં ઘાયલ થતાં હોય આવા પ્રતિબંધિત દોરાનું વેચાણ ન કરવું.

વાંકાનેરમાં આજે સૌ પ્રથમ વખત ફોરેસ્ટ ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતાં પહેલાં તો વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયેલ પરંતુ વાંકાનેરના મોટાભાગના વેપારીઓ પ્રતિબંધ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં જ ન હોય વેપારીઓમાં રાહત જોવા મળેલ અને વેપારીઓએ કહેલ કે આજ સુધી ક્યારેય તેમને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરેલ જ નથી.

વાંકાનેર જેવા નાના સેન્ટરમાં ફોરેસ્ટ વિભાગે સતર્કતા દાખવી ચેકીંગ હાથ ધર્યું છે. ત્યારે મોરબીમાં ફોરેસ્ટ સહિતના વિભાગોના અધિકારીઓ પણ આવું ચેકીંગ ક્યારે હાથ ધરશે ??

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en