મોરબી ગુરૂકુલના ૩ છાત્રોએ ક્રિકેટની નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો

મોરબી : મોરબીની સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના ત્રણ છાત્રોએ નેશનલ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આ છાત્રો પર ઠેર ઠેરથી અભીનંદનવર્ષા થઈ રહી છે.

સ્કૂલ ગેમ ફેડરેશન આયોજિત નેશનલ શાળાકીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીની સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ધોલપુર – રાજસ્થાનમાં આયોજિત આ અંડર – ૧૪ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ટોળીયા બહાદુર, સોઢા શંકર અને પરમાર હર્ષવર્ધને ગુજરાતની ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

સમગ્ર મોરબી માટે ગૌરવરૂપ આ વિદ્યાર્થીઓને સંતગણે આર્શીવાદ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en