વાંકાનેર : ઘાયલ ઓસ્ટ્રેલિયન પક્ષીને નવજીવન અપાયું

- text


રાતીદેવળી ગામે ઘાયલ ઓસ્ટ્રેલિયન પક્ષીને જીવદયા પ્રેમીએ સારવાર કરાવી

વાંકાનેર : શિયાળામાં મહેમાન બનતા યાયાવર પક્ષીઓ પતંગ દોરાથી ઘાયલ થતા જિંદગી ગુમાવતા હોવાના અનેક કિસ્સા વચ્ચે વાંકાનેરના રાતીદેવળી ગામ નજીક ઘાયલ થયેલ ઓસ્ટ્રેલિયન પક્ષીને બચાવી જીવદયા પ્રેમીએ નવજીવન આપ્યું હતું.

વાંકાનેરના રાતીદેવળી ગામે એક વિદેશી પક્ષી ઓસ્ટ્રેલિયન પેલીકન હિલ્સ પતંગના દોરામાં ફસાઇ ગયેલ અને તેની પાંખો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોવાની માહિતી વાંકાનેરના જીવદયા પ્રેમી સમીરભાઈ સંઘવીને મળતાં તાત્કાલિક વિદેશી પક્ષીની સારવાર માટે સ્થળ પર દોડી ગયેલ જ્યાં પક્ષીની હાલત વધુ ખરાબ હોવાથી રાતીદેવળીના પશુ ડોક્ટર ઈલિયાસભાઈને બોલાવી વિદેશી પક્ષીની સારવાર કરેલ અને આ પક્ષીનો જીવ બચાવેલ તેમજ આ પક્ષીને વધુ સારવાર માટે વાંકાનેર ખાતે આવેલ રામપરા અભયારણ્યમાં સોંપી આપેલ હતું.

મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જો આપને વાંકાનેરમાં કોઈ ઘાયલ પક્ષી દેખાય તો સમીરભાઈ સંઘવીનો મોબાઇલ નંબર 9428789193 પર સંપર્ક કરી પક્ષીના જીવ બચાવવામાં મદદરૂપ થઇ શકો છો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text