વાંકાનેરમાં સ્વચ્છ સર્વેક્ષણ માત્ર દીવાલ ચિત્રોમાં !!

- text


વાંકાનેર: સરકારી નિતિઓ માત્ર કાગળ ઉપર સીમિત હોય છે એવું તો સહુ કોઈ જાણે છે પણ હવે એમાં એક વધુ ઉક્તિનો ઉમેરો કરવો પડે એમ છે કે સરકારી નીતિઓ માત્ર કાગળ ઉપર જ નહીં દીવાલ ઉપર પણ હોય છે જે વાંચી તો શકાય છે પણ ધ અનુભવી શકાતી નથી.
વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારની તસ્વીર આ બાબતે બોલ્યા વગર ઘણું કહી જાય છે.

વાંકાનેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત દીવાલો રંગીને એના પર ચિત્રો બનાવવાનું શરૂ થયું છે.પણ આ દીવાલો ઉપરની દેખાતી સ્વચ્છતા માત્ર દીવાલો પૂરતી જ સીમિત હોય એવું વાંકાનેરવાસીઓ અનુભવી રહ્યા છે. ઉપરોક્ત તસ્વીરમાં એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ દીવાલને માધ્યમ બનાવવામાં આવી છે ત્યાંજ સ્વચ્છતાના નામે ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે. જે ત્યાંથી પસાર થનાર લોકોને તો ત્રાસદાયક છે જ તદુપરાંત આવા ખાબોચિયાઓને કારણે મચ્છર દ્વારા ફેલાવાતી મહામારીનો ખતરો પણ મંડરાતો રહે છે. તંત્ર વાહકો દીવાલોની સ્વચ્છતા કે જે માત્ર પ્રચારાત્મક હોય છે તેમાંથી બહાર આવીને જમીની સ્વચ્છતા ઉપર જો થોડું ધ્યાન આપે તો સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્રચાર ન કરવો પડે પણ સ્વચ્છતા આપોઆપ ઉડીને આંખે વળગે તેવી હોવાનું લોકો અનુભવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text