મોરબી : પીપળી રોડ પર ટાઇલ્સની રેલમછેલ

ટાઇલ્સ ભરેલા ટ્રેલરે પલ્ટી ખાઈ જતા ટાઇલ્સના બોક્સ રસ્તા પર ઢોળાયા

મોરબી : સતત ટ્રાફિક થી ધમધમતા એવા પીપળી જેતપુર રોડ પર આજે વહેલી સવારે લેવીટા ગ્રાનીતોની ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલ્ટી ખાઈ જતા ટાઇલ્સ ના બોક્સ રસ્તા પર ઢોળાઈ ગયા હતા. અકસ્માતના પગલે પીપળી જેતપુર રોડ પર ટ્રાફિક જામ લાગ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પીપળી જેતપુર રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બને છે , જેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en