મોરબી બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા રાજ યોગ શિબિર યોજાઈ

શિબિરાર્થીઓએ તનાવ મુક્ત થઈને સ્વસ્થ જીવન જીવવાનું જ્ઞાન મેળવ્યું

મોરબી : મોરબી બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા બે અલગ-અલગ સ્થળોએ રાજયોગ શિબિર યોજાઈ હતી. જેમાં બ્રહ્માકુમારી સંસ્થાના મહાનુભાવોએ હકારાત્મક જીવન શૈલી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં શિબિરાર્થીઓએ સ્વસ્થ જીવન જીવવાનું જ્ઞાન મેળવ્યું હતું.

મોરબીમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજની વાડી અને અવની ચોકડી નજીક આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માઉન્ટ આબુ થી આવેલા વરિષ્ઠ રાજયોગ શિક્ષક બીકે સુરજભાઈ અને રાજયોગ શિક્ષક રૂપેશભાઈએ સ્વસ્થ જીવન જીવવાની જડીબુટ્ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ બંને મહાનુભાવોએ શિબિરાર્થીઓને જણાવ્યું હતું કે આજકાલ વૈભવી સુખ-સગવડો મેળવવાની ઘેલછા અને સતત દોડધામ જીવનશૈલીને કારણે લોકો મનોરોગી બની રહ્યા છે અને લોકો અનેક રોગોના શિકાર બની રહ્યા છે તેથી સફળતા તો એક બાજુ રહી પણ લોકોના જીવનના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે તેથી આ મનોરોગથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન શૈલી પ્રાપ્ત કરી ધારી સફળતા મેળવવા માટે મેડિટેશન યોગ જરૂરી છે. અને મેડીટેશન યોગ થી લોકોને અનોખી તાજગી મળી શકશે. તેમજ જીવન હર્યું ભર્યું લાગશે. આ બંને મહાનુભાવોએ મેડિટેશન યોગ થી પરમાત્માની નજીક પહોંચી ને કેવી રીતે આધ્યાત્મિક જીવન શૈલી જીવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરને સફળ બનાવવા મોરબી જિલ્લા બ્રહ્માકુમારી કેન્દ્ર ચંદ્રિકાબેન તથા ઉષાબેનએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en