હળવદ પોલીસ મથકના દારૂના ગુનામાં ૯ મહિનાથી ફરાર શખ્સ ઝડપાયો

હળવદ : હળવદ પોલીસ મથકના ઈંગ્લીશ દારૂના ગુનામા છેલ્લા ૯ મહિનાથી નાસતા ફરતા શખ્સને રાજકોટ રેન્જની ટીમે કવાડિયા ગામ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ મથકના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ૯ માસથી ફરાર ભોમારામ લીછમણારામ ચોધરી રહે. રામદેવ હોટલ હળવદ-ધાંગધ્રા રોડવાળો કવડીયા ગામ પાસે રોડ ઉપર ઉભો હોવાની હકીકત મળતા રાજકોટ રેન્જની ટીમે ત્યાંથી આરોપીની ધોરણસર અટક કરી હળવદ પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en