મોરબી : ગંદકીથી ત્રાહિમામ લોકોનું પાલિકામાં હલ્લાબોલ

- text


એક મહિનાથી ગંદકીથી પરેશાન બે વિસ્તારના સ્થાનિકો દ્વારા પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી

મોરબી : સતાધીશો દ્વારા અવગણના પામેલ મોરબીના બે અલગ અલગ વિસ્તારના સ્થાનિકો આજે નગરપાલિકાએ મોટા ટોળા સ્વરૂપે ધસી આવતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઇ હતી.

નગરપાલિકાના પ્રમુખની ગેરહાજરીમાં હેડ ક્લાર્કને આવેદન રૂપે ચીમકી આપી રજૂઆતકર્તાઓએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં શાકમાર્કેટની પાછળ છેલ્લા એક મહિનાથી ભરાયેલા ગંદા પાણીને કારણે દુકાનદારોને તેમજ ગ્રાહકોને ઉઠાવવી પડતી મુશ્કેલીની રજુઆત કરતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક મહિનાથી કરેલી રજુઆત બહેરા કાને અથડાતી હોય એમ તંત્રને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા બહોળી સંખ્યામાં વેપારીઓ ઉમટી પડ્યા હતા.

માત્ર બાર મીટર લંબાઈના પાઇપની મરામત થઈ જાય તો આ વિસ્તારમાં ભરાતા ગંદા પાણીનો પ્રશ્ન હલ થઈ જાય તેમ છે. એક મહિનાથી ભરાતા ગંદા પાણીને કારણે આ વિસ્તારના ધંધા સાવ પડી ભાંગ્યા છે. ગંદકીને કારણે ગ્રાહકો ખરીદી કરવા આવી શકતા નથી. એવો બળાપો ધંધાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં હેડ ક્લાર્કને રજુઆત કરતા સાંજ સુધીમાં સમસ્યાનો નિવેડો લાવવાની ખાતરી અપાઈ હતી.
અન્ય એક વિસ્તારની સમસ્યાની રજુઆત માટે આવેલા સ્થાનિકોએ ભરાયેલા ગટરના પાણીનું અઠવાડિયામાં નિરાકરણ ન આવે તો ચક્કા જામ તેમજ નગરપાલિકામાં ગંદા પાણી ઢોળવાની ચીમકી ઉચ્ચારી હતી.
કલેક્ટર કચેરી પાસે ઘણા સમયથી ગટર ઉભરાઇને ગંદા પાણીનો ભરાવો થાય છે. વારંવારની રજુઆત છતાં આ સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકો આજે સવારે નગરપાલિકાએ ઘસી ગયા હતા.જો એક સપ્તાહમાં આનો યોગ્ય ઉકેલ ન આવે તો રસ્તા જામ કરી તેમજ નગરપાલિકામાં ગંદા પાણી ઢોળીને આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

- text

સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર એક બીજા વિભાગો ઉપર ખો આપીને જનતાનો ‘ખો’ કાઢી રહી છે. જો શનાળા રોડના પ્રશ્નોનું ત્વરિત નિવારણ થઈ જતું હોય તો આ વિસ્તાર માટે તંત્ર વહાલા- દવલાની નીતિ અપનાવી રહ્યું છે એવો કચવાટ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text