મોરબી : શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા શનિવારે નિઃશુલ્ક યોગ શિબિર

સ્વસ્થ જીવન જીવવાનો ગુરુ મંત્ર આપતી શિબિરનો લાભ લેવા નગરજનોને આમંત્રણ

મોરબી : શ્રી રામ યોગ કેન્દ્ર મોરબી દ્વારા 3 SRB યોગ પ્રણેતા એસ.એન.તાવરિયાજી આયોજિત નિઃશુલ્ક યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે એવા યોગ અભ્યાસ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવનાર છે.

આ યોગ શિબિર જયંતીલાલ પારેખ (આણંદ) તેમજ તેજુભાઈ આચાર્ય (નડિયાદ)ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહી છે. લયબદ્ધ શ્વસન દ્વારા સ્વાસ્થ્ય કઈ રીતે સંપૂર્ણ તંદુરસ્ત બનાવી શકાય એ વિશેની પ્રત્યક્ષ જાણકારી આ શિબિરના માધ્યમથી શીખવવામાં આવશે. તા.૧૨/૦૧/૨૦૧૯ને શનિવારે બપોરે ૩:૩૦ કલાકે પી.જી.પટેલ કોમર્સ કોલેજ, શનાળા રોડ , મોરબી ખાતે આ શિબિર શરૂ થશે. તો નગરજનોને આ શિબિરનો નિઃશુલ્ક લાભ લેવા આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en