વાંકાનેરમાં એલસીબી દ્વારા અંગ્રેજી દારૂ ઝડપાયો

વાંકાનેર : મોરબી જિલ્લામાં પેરોલ ફર્લો સ્ક્વોડના કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા દ્વારા આજે વાંકાનેરના ભાયાતિ જાંબુડિયા ગામે આરોપી યુવરાજસિંહ ઉર્ફે ઘેલુભા ભીખુભા ઝાલાના રહેણાંક મકાન પર રેડ પાડતા અંગ્રેજી દારૂની બોટલો નંગ ૨૦ કિંમત રૂ. ૬૦૦૦ નો ઝડપી પાડેલ અને રેડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહી. કલમ ૬૫ એ, ૧૧૬ બી મુજબ ગુનો દાખલ કરેલ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en