મોરબીના ખાખરાળાની પરણીતાંને સાસરિયાએ ધોકાવતા ફરિયાદ

પતિ સહિતના ૪ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં રાવ

મોરબી : મોરબીના ખાખરળા ગામની પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ધોકાવતા ત્રાસ ગુજારવા મામલે પતિ સહિતના ૪ સાસરિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે મહિલા પોલીસે ચારેય સાસરિયા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા અને ટંકારાના હમીરપર ગામે પિયર ધરાવતા ડિમ્પલબેન રજનીકાંતભાઈ ચીકાણી ઉ.વ. ૨૯એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ રજનીકાંત કાનજી ચીકાણી, સાસુ ગૌરીબેન કાનજી, નણંદ નિમિષાબેન જજયદીપ અને કાકાજી સસરા દિનેશ કલા ચીકાણી ઘરકામ બાબતે મેણાટોણા મારી ઢીંકા પાટુનો માર મારી ત્રાસ આપતા હતા.

પરિણીતાની આ ફરિયાદના આધારે મહિલા પોલીસે સાસરિયા પક્ષના ચાર સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en