મોરબીમાં બાળકને ઠપકો આપનાર યુવકને લોખંડના તવો ફટકરાયો

હુમલાખોર મહિલા સહિત બે ઈસમો સામે એ ડિવિઝનમાં નોંધાતો ગુનો

મોરબી : મોરબીમા બાળકને ઠપકો આપ્યાનો ખાર રાખી મહિલા સહિત બે ઈસમોએ એક યુવકને લોખંડનો તવો અને ધોકા ફટકાર્યા હતા.
હુમલો કરનાર બન્ને ઈસમો સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પચીવારીયા પ્લોટમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે રહેતા આકાશભાઈ ઉર્ફે આકલો મંગળભાઈ થોરીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના બાળકનો અન્ય બાળક સાથે ઝઘડો થયા બાદ તેઓએ બીજા બાળકને ઠપકો આપ્યો હોય, તેનો ખાર રાખીને રિયાઝ કાદરભાઈ સેડાત ઉ.વ. ૩૦ અને નજમાબેને લોખંડના તવા અને લાકડાના ધોકાથી માર માર્યો હતો.

આ હુમલાથી યુવકના માથાના ભાગમાં બે ટાંકા લેવા પડ્યા હતા. બનાવ સંદર્ભે યુવકે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ઈસમો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en