મકરસંક્રાંતિ નિમિતે મોરબી પાંજરાપોળને દાન આપવા અપીલ

મોરબી : મોરબીમાં ૪૦૦૦ હજાર પશુઓનો નિભાવ કરતી પાંજરાપોળ દ્વારા મકરસંક્રાંતિએ અનુદાન આપવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. શહેરમાં ઉભા કરાયેલા ૧૯ સ્ટોલ ખાતે આ અનુદાન સ્વીકારવામાં આવશે.

મોરબી પાંજરાપોળ છેલ્લા ૨૭૦ વર્ષથી જીવદયાનું કામ કરી રહી છે. હાલ મોરબી પાંજરાપોળમાં ૪ હજાર પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. આ પશુઓના નિભાવમા સહભાગી બનીને મકરસંક્રાંતિએ પુણ્યનું ભાથું બાંધવા જાહર અપીલ કરવામાં આવી છે. શહેરમાં ઉભા કરવામાં આવેલ ૧૯ સ્ટોલ ખાતે આ અનુદાન સ્વીકારવામાં આવશે.