મોરબીમા દારૂ પીધેલી હાલતમાં ૨ બાઇકચાલક સહિત ૭ પકડાયા

- text


વાંકાનેરમાંથી ત્રણ અને ટંકારામાંથી એક શખ્સ પીધેલો ઝડપાયો : જિલ્લામાં દેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ૬ પકડાયા

મોરબી : મોરબીમાં દારૂ પીધેલી હાલતમાં બે બાઇકચાલક સહિત કુલ ૭ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે વાંકાનેરમાંથી ૩ તેમજ ટંકારામાંથી ૧ શખ્સને દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે જિલ્લાભરમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ૬ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે અનેક શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબી પોલીસે પીધેલી હાલતમાં છાંકટા બનતા હબીબ નૂરમામદ પારેડી અને કૈલાશ નાથા બારૈયાને ત્રાજપર ખારીથી, જયેશ મફા રાઠોડ અને ઘનશ્યામ નવનીત ચાવડાને મોચી ચોકમાંથી, હરેશ કાનજી કુલતરિયાને રવાપરથી પકડ્યા હતા.

આ સાથે મોરબી પોલીસે દારૂ પીને બાઇક ચલાવતા રવિ લાલજી શેખવાને રફાળેશ્વરથી અને યોગેશ હરજીવન જાલરિયાને શનાળાથી ઝડપી પાડ્યા હતા. જ્યારે વાંકાનેર પોલીસે આંબેડકરનગરમાંથી ધીરુ માવજી સોંદરવા, નરેશ રઘુ સારશા, અશોક રમેશ પરમારને તેમજ ટંકારા પોલીસે લજાઈ હડમતીયા રોડ પરથી કમલેશ ભાણજી ડાકાને પકડી પાડ્યા હતા.

- text

આ ઉપરાંત જિલ્લાભરમાં દેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ૬ પકડાયા હતા. જેમાં મોરબીમા રફાળેશ્વરમાંથી દેવરાજ પોલા કાતરોલિયા, વિશિપરામાંથી કુશુમબેન યાસીન મેમણ, રેલવે સ્ટેશન પાસેથી સંજય સવજી કુરિયાને ઝડપ્યા હતા. જ્યારે હળવદના રાસંગપરમાંથી દિનેશ ઉર્ફે ગટીયો ઘોઘા, માળિયા રેલવે સ્ટેશન પાસેથી ખતીજાબેન ગફુર મોવર અને ટંકારાના લજાઈ હડમતીયા રોડ પરથી સુરેશ દેવજી ચાવડાને પકડી પાડવામાં આવ્યા હતા

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text