હળવદના ટીકર ગામે સ્મશાનમાં રામ પારાયણ કથા

મોક્ષધામમાં કથા રસપાન કરવા ઉમટી પડ્યું હરિભક્તોનું ઘોડાપુર

હળવદ : સામાન્ય રીતે સ્મશાન કે મુક્તિધામનું નામ પડતા જ માણસ ચોકી ઉઠે છે અને મનમાં અલગ જ ભાવ ઉતપન્ન થાય છે ત્યારે હળવદના ટીકર ગામે ગાયોના લાભાર્થે મુક્તિધામમાં રામ પારાયણનું અનોખું આયોજન થયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ કરી રહ્યા છે.

હળવદના ટીકર (રણ) મોક્ષધામ સોનાપુરી ખાતે સમસ્ત ગામ તેમજ માધવ નગરના ગ્રામજનો દ્વારા શ્રી રામ ગુણગાન ગાથા પારાયણનુ નવ દિવસીય જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે.આ રામ કથામાં સહાય, પરોપકાર અર્થે સત્સંગ કરનાર સરળ,સહજ અને સેવાભાવી શ્રી ભરત રામાનંદી તુલસી પીઠ પર બિરાજી રામ ગુણગાન ગાથાનું હરિરસ પિરસી રહ્યાં છે. જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યાં છે.

હળવદ તાલુકાના ટીકર ખાતે નવ દિવસીય રામ પારાયણ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા ૫/૧ના રોજ શરૂ થયેલી પારાયણ તા ૧૩/૧ના રોજ પુર્ણાહુતી કરવામાં આવશે. કથાના પાંચમા દિવસે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને કથા રસપાનનો લાભ લીધો હતો.તો સાથોસાથ સમસ્ત ગામ દ્વારા સોનાપુરી મોક્ષધામમા આયોજન કરાયેલી પારાયણ અનેક પ્રકારની સુવિધાઓ હરિભક્તો દ્વારા કરવામાં આવી છે ત્યારે હળવદના ટીકર ખાતે મોક્ષધામ સોનાપુરીમાં આયોજિત રામ ગુણગાન ગાથા પારાયણનુ નવ દિવસીય જ્ઞાનયજ્ઞ કથામાં સહાય, પરોપકાર અર્થે સત્સંગ કરનાર સરળ,સહજ અને સેવાભાવી ભરત રામાનંદી તુલસીપીઠ પર બિરાજી રામ ગુણગાન ગાથા પિરસી રહ્યાં છે.

આ રામકથામાં એકત્રીત થયેલો ફાળો ગાયોના લાભાર્થે વાપરવામાં આવશે.ગૌ માતાના લાભાર્થે નવ દિવસીય રામ પારાયણ જ્ઞાનયજ્ઞમાં આજે કથાના પાંચમા દિવસે હરિભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.સોનાપુરીમાં શ્રી રામ પારાયણ કથામાં પ્રવિણભાઈ પટેલ, અલ્પેશભાઈ વ્યાસ,ઘનશ્યામભાઈ દેથરીયા,મહેશભાઈ સીતાપરા, પરસોત્તમ ભાઈ,ડાયાભાઈ દલવાડી, અંબારામભાઈ ધોરીયાણી,ગોરધનભાઈ ગોઢી,મનસુખભાઈ, વિજયભાઈ સહિત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en