મોરબી સબ જેલમાં પત્નીના હત્યાના ગુન્હામાં રહેલા કેદીનું મોત

હળવદના ધનાદ ગામે પત્નીના હત્યાના ગુનામાં જેલમાં રહેલા કેદીનું મોત થતા ચકચાર

મોરબી : મોરબી સબ જેલમાં આજે કાચા કામના કેદીનું મોત થતા ખળભળાટ મચી ગયો છે અને કસ્ટોડિયલ ડેથ મામલે કલેકટર સહિતના અધિકારીઓ સબજેલ ખાતે દોડી ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ધણાદ ગામે ઓક્ટોબર ૨૦૧૭માં પત્નીની હત્યામાંના ગુન્હામાં મોરબી સબજેલમાં સજા કાપતા આરોપી રમેશ ઉકા પાટડીયાનું મોત નિપજતા જેલ સતાવાળાઓમાં દોડધામ મચી ગઇ હતી.

વધુ વિગત મુજબ મોરબીની સબ જેલમાં રહેલા આરોપી રમેશ ઉકાભાઈ પાટડીયા કોળી (ઉ.વ.૩૬) વાળાનું આજે કોઈ કારણોસર મોત થયું હતું જેમાં સબજેલમાં કેદ આરોપી સવારે ૦૭ : ૪૦ વાગ્યા પહેલા બેભાન અવસ્થામાં મળી આવતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો મરણ જનાર રમેશ ઉકા પાટડીયા હળવદ પંથકમાં ઓક્ટોબર ૨૦૧૭માં તેની પત્નીની હત્યાના આરોપમાં સબજેલમાં બંધ હોય જેનું મોત થતાં ચકચાર મચી છે જોકે મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી અને પીએમ રીપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે એ ડીવીઝન પોલીસમાં સબજેલના કેદીના મોત અંગે નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે આ કસ્ટડીયલ ડેથનો મામલો હોવાથી જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ જાણ કરાઈ છે

આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કોઈ બીમારી સબબ આ આરોપીનું મોત થયાની શક્યતાઓ જણાઈ રહી છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en