પાટીદાર સમાજમાં પરિવર્તન ! કન્યાની અછત વચ્ચે બીજા રાજ્યની પટેલ કન્યાઓ સાથે વિવાહ

- text


ભારતીય કુર્મી મહાસભાના પ્રયાસને પગલે ૧૧ યુવકો પરણ્યા બીજા રાજ્યની વેલ એજ્યુકેટેડ કુર્મી કન્યાઓને

મોરબી : આજના સમયમાં પાટીદાર જ નહીં બલ્કે તમામ સમાજમાં કન્યાઓની કમી છે ! પચ્ચીસી વટાવ્યા બાદ પણ યુવકોને યોગ્ય પાત્ર ન મળતા કુંવારાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, પરંતુ ઉમદા વિચારો ધરાવતા ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા હાલ તુર્ત સમાજ વ્યવસ્થા માટે અત્યંત જરુંરી એવા ૧૬ સંસ્કાર પૈકીના એક વિવાહ સંસ્કાર માટે રાજ્ય બહાર વસતા કુર્મી પટેલ સમાજ સાથે રિસ્તો જોડવામાં આવ્યો છે અને તાજેતરમાં જ ૧૧ સંસ્કારી ઘરના યુવકોએ બીજા રાજ્યની સુશીલ, સંસ્કારી અને વેલ એજ્યુકેટેડ કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.

બીજા રાજ્યની યુવતી સાથે લગ્ન કરવા એ આજના આપણા રીત રિવાજ મુજબ થોડું અસમંજસ ભર્યું લાગે છે ! પરંતુ અન્ય રાજ્યની તુલનાએ ગુજરાતમાં સ્ત્રી જન્મદરનું વધી રહેલું પ્રમાણ જોતા માત્ર પાટીદાર સમાજ જ નહીં અન્ય સમાજના યુવાનોના માતા – પિતાને પણ કન્યા શોધવામાં ધોળા દિવસે તારા દેખાઈ જાય તેવી સ્થિતી સર્જાય છે પરંતુ અખિલ ભારતીય કુર્મી મહાસભા હવે દેશભરમાં વસવાટ કરતા પાટીદારોને એક કરવા ઝુંબેશ શરૂ કરી છે જેમાં તાજેતરમાં સમૂહ લગ્ન યોજવામાં આવતા ૨૪૦ યુવકોએ નામ નોંધાવ્યું હતું.

- text

આ સમૂહ લગ્નમાં ગુજરાતી યુવકોએ મોટીસંખ્યામાં નામ નોંધાવ્યા હતા સમાપક્ષે છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી ૩૧ યુવતીઓએ પણ નામ નોંધણી કરાવી હતી જે પૈકી ગુજરાતના ૧૧ પાટીદારો યુવકોને જીવનસંગીની રૂપે સુશીલ, ભણેલ – ગણેલી કન્યા મળી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે કુરિવાજોને તિલાંજલિ આપી સમાજમાં ક્રાંતિકારી પહેલ કરતા સમસ્ત પાટીદાર સમાજમાં મોરબીનો પાટીદાર સમાજ સદાય અગ્રેસર રહયો છે અને ઉમિયા સમૂહ લગ્ન સમિતિની પહેલ થકી આજે લગ્નના ખોટા ખર્ચ બંધ કરી ઘડિયાલગ્ન સમારોહ યોજી સમાજમાં કરકસરનો મંત્ર આપ્યો છે ત્યારે રાજ્યમાં ૧૧ પાટીદાર યુવાનોના અન્ય રાજ્યમાં વસવાટ કરતા કુર્મી પટેલ પરિવાર સાથે નાતો જોડી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

આ સંજોગોમા વહુ સૌને જોઈએ છે પરંતુ દીકરી નહિ ! આવી માનસિકતા બદલવાની સાથે દરેક સમાજને ભૃણહત્યા રોકવા સંકલ્પ લેવો જ રહ્યો !

- text