મોરબી અને વાંકાનેર તાલુકાના પીએસઆઈની પરસ્પર બદલી

મોરબી અને વાંકાનેર તાલુકાના પીએસઆઈની પરસ્પર બદલી

મોરબી : મોરબી જિલ્લાના બે પીએસઆઈની જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી અને વાંકાનેર તાલુકાના પીએસઆઈને પરસ્પર બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના બે પીએસઆઈની બદલી કરી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા જી. આર. ગઢવીની મોરબી તાલુકા પોલીસ મથકમાં જયારે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ. એ. ગોહિલની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે .