મોરબીમાં યુનાઇટેડ જીવદયા ગ્રુપ અને ક્રાંતિકારી સેના દ્વારા ૧૨મીએ સંગીત સંધ્યા

મોરબી : મોરબીમા યુનાઇટેડ જીવદયા ગ્રૂપ અને ક્રાંતિકારી સેના દ્વારા ઘાયલ પક્ષીઓની ફ્રી સેવાની જાગૃતિ તેમજ ક્રાંતિકારીઓને યાદ કરવાના હેતુથી આગામી ૧૨મીએ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના યુવાનો દ્વારા સંચાલિત યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ અને ક્રાંતિકારી સેના દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓ આપવમાં આવનાર ફ્રી સેવાની જાગૃતિ માટે અને વિસરાય ગયેલા શહિદ ક્રાંતિકારીઓને યાદ કરવાના હેતુથી આગામી તા. ૧૨ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમિયાન રવાપર રોડ પર ઇન્ડ્સબેન્કની સામે દેશભક્તિની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દેશભક્તિની સંગીત સંધ્યામાં સિંગર આશિષ મણીયાર દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવનાર છે.જેમાં પધારવા માટે જાહેર જનતાને નિમંત્રણ પાઠવવા આવ્યું છે.