મોરબીમાં જીએસટી વિભાગે દરોડા દરમિયાન રૂ.૧.૩૦ કરોડની રિકવરી કરી

- text


સ્ટેટ જીએસટી દ્વારા સિરામિકના ૬થી વધુ યુનિટો પર પાડવામાં આવેલા દરોડામા કુલ રૂ. ૫ કરોડની રિકવરી થવાની શક્યતાઓ

મોરબી : મોરબીના ૬થી વધુ સીરામીક એકમો પર સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યાને આજે ત્રીજા દિવસે રૂ. ૩૦ લાખની રિકવરી સહિત કુલ ₹ ૧.૩૦ કરોડ રિકવરી કરવામાં આવી હતી. આ દરોડામાં કુલ રૂ. ૫ કરોડની રિકવરી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સ્ટેટ જીએસટીએ સિરામિક ઉધોગોને નિશાન બનાવીને મોરબી પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સિરામિકના ૬ યુનિટ પર સ્ટેટ જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરોડામા ગઈકાલે બીજા દિવસે સ્ટેટ જીએસટીની ટીમે રૂ. ૧ કરોડની રિકવરી કરી હતી. જ્યાંરે આજે ત્રીજા દિવસે રૂ. ૩૦ લાખની રિકવરી કરી છે.

- text

છેલ્લા પાંચ વર્ષ ની અંદર જીએસટી નંબર લીધા બાદ વ્યવહારો કર્યા હોવા છતાં રકમ ભરવામાં આવતી ન હોવાથી સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ દરોડા દરમિયાન રૂ. ૫ કરોડની રિકવરી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હજુ પણ આગામી દિવસોમા જ્યાં સુધી રકમ રીકવર ના થાય ત્યાં સુધી દરોડા યથાવત રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડા દરમિયાન અન્ય પણ બેનામી સાહિત્યો જપ્ત કરવામા આવ્યા છે. જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે.

- text