મોરબીમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

એસ. એન. તાવરિયાની જન્મશતાબ્દીને અનુલક્ષીને માર્ગદર્શન અપાશે

મોરબી: મોરબીમાં તારીખ ૧૨ જાન્યુઆરીને શનિવારે શ્રી રામ યોગ કેન્દ્ર દ્વારા એસ. એન. તાવરિયાની જન્મશતાબ્દીને અનુલક્ષીને નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરનું આયોજન મોરબીના વિવિધ વિસ્તારોમાં ચાલતા ૩ SRB કેન્દ્રોને વધું સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવ્યુ છે. આ યોગ શિબિર તારીખ ૧૨ જાન્યુઆરીને શનિવારે પી. જી. પટેલ કોલેજના ઓડિટોરિયમમાં સવારે ૬ વાગ્યાથી શરૂ થશે. આ યોગ શિબિરમાં ૨ સેશન રહેશે જેમાં પ્રથમ સેશન સવારે ૬ વાગ્યાથી અને બીજુ સેશન બપોરે ૩:૩૦ વાગ્યાથી શરૂ થશે. આ શિબિરમાં માર્ગદર્શન આણંદનાં નિવૃત્ત કોલેજ પ્રિન્સિપાલ જયંતિભાઈ પારેખ અને નડિયાદના તેજુભાઈ આચાર્ય આપશે.

વધુ માહિતી માટે ૯૩૭૪૮૦૪૯૯૧ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ઉપરાંત દરેક જુના સાધકોએ બીજા સેશનમાં નવા સાધકને લાવવા પણ અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en