માળીયાના ઘાટીલા ગામે જુગાર રમતા સરપંચ સહિત પાંચ ઝબ્બે

- text


મોરબી : માળીયા પોલીસે જુગારની બદી નાબૂદ કરવાની કડક કાર્યવાહી કરવા આ દિશામાં તપાસ ચલાવી મળેલી બાતમીના આધારે ઘાટીલા ગામે જુગાર રમતા મંદરકી ગામના સરપંચ સહિત પાંચ શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સુરુભા પરમાર, માહિપતસિંહ સોલંકી, વનરાજસિંહ, તેજપાલસિંહ ઝાલા સહિતના જુગારની બદીને કડક હાથે ડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આ દિશામાં તપાસ ચલાવતા ચોક્કસ બાતમી મળી હતી કે.માળીયાના ઘાટીલા ગામે કેટલાક શખ્સો જુગાર રમે છે.આ બાતમી મળતાં માળીયા પોલીસ સ્ટાફે ઘાટીલા ગામે કોળીવાસમાં જુગારની રેડ કરી હતી.અને ત્યાં જુગાર રમતા માળીયાના મંદરકી ગામના સરપંચ ભીમજીભાઈ અમરશીભાઈ અગેચણિયા , પ્રશાંતભાઈ ધનજીભાઈ ભોજવીયા, રસિકભાઈ હરજીવનભાઈ પટેલ, ભુપતભાઇ નાનજીભાઈ ઉપાસરિયા , ચંદુભાઈ આમરશી અગેચણિયાને રૂ.25040ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text