ટંકારાની આર્ય વિદ્યાલયના બાળકોએ ૫૧ સમાજસેવકોને લખી ટપાલ

બાળકોએ ટપાલ લખીને સામાજિક પ્રવૃતિઓ કરવા બદલ તમામને અભિનંદન પાઠવ્યા

ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયના બાળકોએ ૫૧ જેટલા સમાજ સેવકો અને સામાજિક સંસ્થાઓને ટપાલ લખી હતી. આ ટપાલ મારફતે બાળકોએ સામાજિક પ્રવૃતિઓ કરવા બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષણ, સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કારના ચતુર્દિશ લક્ષ્યને સાર્થક કરવા માટે ટંકારાની આર્ય વિદ્યાલયમાં વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. જે અંતર્ગત શાળાના બાળકો દ્વારા ટંકારા અને મોરબી વિસ્તારના સામાજિક કાર્યો કરતા સમાજસેવકો અને સમાજ ઉપયોગી સંસ્થાઓને ટપાલ લખવામાં આવી હતી.

આ ટપાલ મારફતે વિદ્યાર્થીઓએ સામાજિક સંસ્થાઓ અને સમાજ સેવકોને અભિનંદન પાઠવીને તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સાથે બાળકો ટપાલ લખવાની પદ્ધતિથી પરિચિત પણ થયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en