હમ નહીં સુધરેગે..જાહેરમાં સીરામીકનું પ્રદુષિત પાણી ઠાલવવા જતું ટેન્કર ઝડપાયું

તાલુકા પોલીસે પીપળી રોડ પરથી ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધા બાદ સીરામીક એકમ સામે પણ ગંભીર બેદરકારીનો ગુનો નોંધ્યો

મોરબી : મોરબીના પીપળી રોડથી ગઈકાલે તાલુકા પોલીસે સીરામીકના ઝેરી કેમિકલ યુક્ત પાણી ભરેલા ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધો હતો. ટેન્કર ચાલકની પૂછપરછમાં તેને સીરામીક એકમે આ ઝેરી પાણી ભરી આપ્યું હોવાનું ખુલતા તાલુકા પોલીસે ટેન્કર ચાલકની સાથે સીરામીક એકમ સામે ગંભીર બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના પીપળી રોડ પર આવેલા અમુક સીરામીક એકમો પ્રદુષણ બોર્ડના નીતિ નિયમોનો છડેચોક ઉલાળીયો કરીને માનવ અને પશુઓની જિંદગી જોખમાય તે રીતે જાહેરમાં સીરામીકના જોખમી પ્રદૂષણનો જાહેરમાં નિકાલ કરાતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા છતાં પ્રદુષણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.અને ગઈકાલે તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે પીપળી રોડ પર વોચ ગોઠવી હતી.તે સમયે જી .જે યુ. 0999 નેબરનું ટેન્કર સીરામીકના ઝેરી કેમિકલયુક્ત પાણી પીપળી રોડ પર અવાવરું જગ્યાએ ઠાલવતા પોલીસે 12 હજાર લીટર કેમિકલ પાણી ભરેલા ટેન્કર સાથે ચાલક સંદીપ બાબુ ડાભીને ઝડપી લીધો હતો.આ ટેન્કર ચાલકની પૂછપરછમાં તેને આ સીરામીકનો કેમિકલયુક્ત કદડો પીપળી રોડ પરના લાઈટ સીટી સીરામીક એકમના માલિકે ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું આથી તાલુકા પોલીસે ટેન્કર ચલક તથા સીરામીક એકમના મલિક સામે પાણી પ્રદુષણ નિયમન અધિનિયમ ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en