મોરબીની સર્વોપરી શાળામાં થાય છે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી

- text


બાળકો આપણી વૈદિક પરંપરાને જાણતા થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે

મોરબી: મોરબીની સર્વોપરી સ્કુલમાં દર મહિનાનાં પ્રથમ શનિવારે આગલા મહિના માં આવતાં બાળકોનાં જન્મદિવસની ઉજવણી યજ્ઞ દ્વારા કરવામાં આવે છે, જેમાં બાળકો સાથે તેમનાં માતા પિતા પણ હોંશે હોંશે ભાગ લે છે. જે અંતર્ગત તારીખ ૫ જાન્યુઆરીને શનિવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીની સતત કશુંક અલગ કરતી અને બાળકોમાં માત્ર પુસ્તકીયૂ શિક્ષણ જ નહીં પણ સંસ્કારોનું પણ સિંચન થાય તેવી પ્રવૃત્તિઓ કરવા માટે સર્વોપરી સ્કુલ જાણીતી છે. આવી જ એક પ્રવૃત્તિઓ માંની એક પ્રવૃત્તિ એ છે કે દર મહિનાનાં પ્રથમ શનિવારે આગલા મહિનામાં આવતાં બધાં જ બાળકોના જન્મદિવસની ઉજવણી યજ્ઞ કરીને, આહુતિ આપીને કરવામાં આવે છે. જેથી બાળકો આપણાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ બને, આપણી વૈદિક પરંપરાને જાણતો થાય અને એનામાં સંસ્કારોનું સિંચન થાય. આ અંતર્ગત આ મહિનાની ૫મી તારીખે શનિવારે જે બાળકોનો જન્મદિવસ ડિસેમ્બરમાં આવતો હોય તે બાળકો માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં બાળકો અને તેમનાં માતા પિતાએ પણ હોંશે હોંશે ભાગ લીધો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text