મોરબી : અમરેલી ગામથી નેશનલ હાઈવે સુધીનો રોડ બિસ્માર

- text


દોઢથી બે કિ.મી.નો રોડ ખખડધજ હોવાથી વાહન ચાલકોને હાલાકી

મોરબી : મોરબીના અમરેલી ગામથી નેશનલ હાઇવે સુધીનો આશરે દોઢથી બે કિ.મીનો રોડ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે.જેથી વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આથી સ્થાનિક રહીશોએ હાઈવે કક્ષાનો જ નવો રોડ બનાવવાની માંગ કરી છે.

મોરબીના અમરેલી ગામથી નેશનલ હાઈવેને જોડતો આશરે દોઢથી બે કિ.મી.નો રોડ ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે.નેશનલ હાઈવેને જોડતો આ માર્ગ હોવાથી ૨૪ કલાક સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે.ત્યારે આ માર્ગમાં રોડનું નામો નિશાન જ ન રહ્યું હોય એ રીતે બદતર હાલત થઈ જતા વાહન ચાલકોને ધુળીયા માર્ગો પર અવર જવર કરવામાં ભારે મુશકેલીઓનો સામનો કરવો પડે છે.આ રોડની એવી ખરાબ હાતલ છે કે,ચોમાસામાં તો આ રોડ બંધ થઈ જાય છે.તેથી સ્થાનિક લોકોને ચોમાસામાં અવર જવર કરવામાં નાકે દમ આવી જાય છે.આથી સ્થાનિકોએ આ રોડને હાઈવે કક્ષાનો બનાવવાની માંગ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text