મોરબી : રેડીમેન્ટ કપડાની દુકાનમાંથી રૂ.1.22 લાખના કપડાની ચોરી

- text


ઉંચીમાંડલ ગામ પાસેની મીરા સિલેક્શન કપડાની દુકાનમાં તરકરો ત્રાટકયા : રોકડ ન મળતા રેડીમેન્ટ કપડાં ઉઠાવી ગયા

મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે આવેલી રેડીમેન્ટ કપડાંની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા.દુકાનમાંથી રોકડ સહિતની માલમતા હાથ ન લાગતા તસ્કરો રૂ.1.22 લાખની કિંમતના રેડીમેન્ટ કપડાની ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા લક્ષમણભાઈ મૂળચંદભાઈ ગંગવાણી ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા ગામ તરફ જતા રસ્તા પર આવેલ રાધે કોમ્પલેક્ષમાં મીરા સિલેક્શન નામની રેડીમેન્ટ કપડાની દુકાન ધરાવે છે.આ દુકાનમાં ગત તા.7 ના રોજ રાત્રીના સમયે તસ્કરો ખબકયા હતા અને તસ્કરોએ કૉસ જેવા હથિયાર વડે દુકાનનું શટર ઉચકાવી અંદર પ્રવેશ કરીને રોકડ સહિત મોટો દલ્લો મેળવવા દુકાનને ધમરોળી નાખી હતી. રોકડ ન મળતા તસ્કરો દુકાનમાંથી નવા નકોર ટીશર્ટ , પેન્ટ, શર્ટ સહિત રૂ.1.22 લાખની કિંમતના કપડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવની સવારે વેપારીને જાણ થતાં તેમણે આજે તેમની દુકાનમાં રૂ.1.22 લાખની કિંમતના કપડાની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઠંડી વધતાની સાથે જ મોરબીમાં તસ્કરરાજ હોય તેમ ઉપરાછાપરી ચોરીના બનાવો વધી રહ્યા છે.ત્યારે પોલીસ અસરકારક નાઈટ પેટ્રોલીંગ કરીને તસ્કરોને કડક હાથે ડામી તેવી લોકમાંગ પ્રબળ બની છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text