મોરબી : આડાસબંધમાં અંધ બની પત્નીને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ

- text


પતિ દારૂ પીને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં પતિ પરસ્ત્રી સાથેના આડાસબંધમાં આંધળોભીત થઈને પત્ની સાથે છેડો ફાડવા તેણીને અસહ્ય દુઃખ ત્રાસ આપતો હોવાથીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હાલ પિતાના ધરે રહેતી પરણીતાએ તેના પતિ સામે અન્ય સ્ત્રી સાથેના પ્રેમસંબંધના કારણે દારૂ પીને ત્રાસ આપતો હોવાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં હાલ કબીર ટેકરી વિસ્તારમાં પિતાના ધરે રહેતી શહેનાઝ મુનિર ઉર્ફે મુન્નો કાસમાણીએ તેના મોરબીના વિશિપરા વિસ્તામાં આવેલ બિલાલી મસ્જિદ પાસે રહેતા પતિ મુનિર ઉર્ફે મુન્નો રજાકભાઈ કાસમાણી સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે.તેના પતિને પરસ્ત્રી સાથે આડો સબંધ છે અને પતિ આડાસબંધમાં એટલો અંધ બની ગયો છે કે પત્ની સાથે છૂટાછેડા લેવા માટે રીતસરનો ત્રાસ આપે છે.અને પત્નીને છૂટાછેડા આપવાની ધમકી આપી અવારનવાર કરિયાવર અને ધરકામનું બહાનું કાઢીને દારૂ પીને મારકૂટ કરે છે.પતિ શારિરીક માનસિક ત્રાસ દેતો હોવાથી તે પોતાના ઘરે રહેવા આવી ગઈ છે.અને આ બાબતે તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પતિ સામે ઘરેલુ હિસાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text